રાજપીપળા નો ઇતિહાસ

 રાજપિપલા અથવા રાજપીપળા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા તેમ જ વનાચ્છાદિત ડુંગરાળ પ્રદેશ ધરાવતા નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં આવેલું નગર છે, જે નાંદોદ તાલુકાનું તથા નર્મદા જિલ્લાનું મુખ્ય મથક પણ છે. ઐતિહાસિક નગર રાજપિપલા કરજણ નદીના કિનારે વસેલું છે. રાજપિપલા અથવા રાજપીપળા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા તેમ જ વનાચ્છાદિત ડુંગરાળ પ્રદેશ ધરાવતા નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં આવેલું નગર છે, જે નાંદોદ તાલુકાનું તથા નર્મદા જિલ્લાનું મુખ્ય મથક પણ છે. ઐતિહાસિક નગર રાજપિપલા કરજણ નદીના કિનારે વસેલું છે.






હરસિધ્ધી માતાનું મંદિર
રાજપિપલા નગરમાં ગોહીલ વંશના કુળદેવી હરસિધ્ધી માતાનું વિશાળ મંદિર આવેલું છે. આ મંદિરનુ માહત્મ્ય રાજપીપળા અને આજુબાજુના વિસ્તારમાં ઘણુ છે. આસો માસમાં આવતી નવરાત્રી વખતે મેળો પણ લાગે છે.
[ફેરફાર કરો]
વડિયા પેલેસ
રાજપિપલામાં ઘણા મહેલો આવેલા છે. વાડિયા પેલેસ આ પૈકીનો એક મહેલ છે, જેનું મૂળ નામતો 'ઇન્દ્રજીત પદ્મિની પેલેસ' છે. આ રાજમહેલ હાલમાં ગુજરાત સરકાર હસ્તક છે અને અહિં વન ખાતાની કચેરી ઉપરાંત રોપ ઉછેર કેન્દ્ર ચાલે છે. મહેલનાં પ્રાંગણમાં સુંદર ઔષધિય વનસ્પતિ ઉદ્યાન (Medicinap Plant Garden) બનાવવામાં આવ્યો છે, જેમાં અનેક લુપ્ત થઈ રહેલી તથા દુર્લભ જડીબુટ્ટીઓ ઉછેરવામાં આવી રહી છે. આ ઉદ્યાનનું નિયમન ગુજરાત સરકારનાં સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે સરકારી આયુર્વેદિક ફાર્મસી પણ મહેલનાં એક ભાગમાં આવેલી છે. જ્યાં પહેલાંના સમયમાં મહારાજાનું રસોડું હતું, ત્યાં હાલમાં આ ફાર્મસી બનાવવામાં આવી છે.
[ફેરફાર કરો]
રાજ કુટુંબ
રાજપિપલાનાં રાજાનું હજુ પણ માન છે. રાજકુમાર માનવેન્દ્ર સિંહ ગોહીલ (પ્રીન્સ માનવ અથવા તો માનવ તરિકે વધુ જાણીતા) આજકાલ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને વડોદરામાં લક્ષ્ય નામે એક સેવાભાવી સંસ્થા ચલાવે છે કે સજાતિય પુરુષો (ગે-Gay)માં એઇડ્સ વિષે જાગૃતિ લાવવાનાં કાર્યમાં પ્રવૃત્ત છે.
[ફેરફાર કરો
શિક્ષણ
રાજપીપળામાં ઘણી શિક્ષણ સંસ્થાઓ આવેલી છે. પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા કોલેજનુ શિક્ષણ પણ સુલભ છે. જેમાં એમ. આર. વિધ્યાલય, નવદુર્ગા હાઇસ્કુલ, કન્યા વિનય મંદિર, ગવર્મેન્ટ હાઇસ્કુલ અને અંબુભાઇ પુરાણી હાઇસ્કુલ મુખ્ય છે. બી.એડ. કોલેજ, પીટીસી કોલેજ, ફોરેસ્ટ કોલેજ, આર્ટસ કોલેજ,કોમર્સ કોલેજ, સાઇન્સ કોલેજ પણ આવેલી છે.