Sunday, 27 March 2011

જિગરના ટુકડાઓને વિણવા નિકળ્યોછુ
નાજાણે કોના પ્રેમને શોધવા નિકળ્યોછુ
રાતના અંધારામા દિવો લઇને નિકળ્યોછુ
પ્રેમના નગરમા પ્રેમને શોધવા નિકળ્યોછુ

        "Ravi Bhargav"
છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.


  By ,"Vinay Kumar Pathak"

Mobile

Ladki ka DIL Pani ki tarah hota he ,
Or
Ladke ka DIL Mobile ki tarah,
Agar Mobile pani me Gire ya pani Mobile pe Gire
Jindgi kharab mobile ki hi hoti he...........

Samje Dost.
What you Said "........   "


Saturday, 26 February 2011


તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું,
કિનારો હવે જડતો નથી, મધદરિયે ડૂબ્યો છું,
આપનું સ્મિત જ, હૃદયને ધબકતું રાખે છે,
બાકી જીવવાનો કોઇ અભરખો હવે રહ્યો નથી.

તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું,
નથી ખબર રહેતી આ સંસાર તણી જીવવાની,
રહી જાઉં છું, દંગ આપનું હૃદયસ્પર્શી સ્મિત જોઇ,
ધ્યાન જ્યાં હોય ત્યાંથી, બેધ્યાન થાઉં છું.

તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું,
આપના સ્મિતમાં તો સંપૂર્ણ સંગીત સમાયેલું છે,
અને દુનિયાનું દુ:ખ દૂર કરવાની પણ ચાવી જડેલી છે,
નયન પણ ઠરતા નથી ને, જીવ પણ ધરાતો નથી જોઇ જોઇ સ્મિત આપનું,
તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું.

-ઉદય ખત્રી


તારા પ્યાર માં ......!


Friday, 25 February 2011

મૈત્રીનું વ્યસન

જુદાઈ સાથે એક જુનો સંબંધ છે મારે,
કોઈની પ્રીતનું બંધન છે મારે,
કેમ કહું મારા દિલની વ્યથા કે…
તારી નિસ્વાર્થ મૈત્રીનું વ્યસન છે મારે.

મિત્રતા ....

દોસ્ત કે સખી સાથે આપણો લોહીનો સંબંધ હોતો નથી કે સગાં-સંબંધી પણ હોતાં નથી તો પણ આ સંબંધ દિલની તદ્દન નજીકનો હોય છે. કેમ કે આપણે માતા-પિતાભાઈ-બહેનભાભી કે દાદા-દાદી કરતાંય મિત્ર કે સખી સાથે વધુ નિકટતાનો અહેસાસ કરીએ છીએ.

પહેલી મુલાકાત


બહુ સરસ રચના
મારી કવિતા મુકુ છુ
પહેલા વરસાદ મા પહેલો પ્રેમ
પહેલા વરસાદ મા પહેલો પ્રેમ,
વરસે દરિયા પર નદીનો પ્રેમ,
વરસે મારા પર તારો આ પ્રેમ
ઝરમર ઝરમર વરસાદ વરસે
આ એક જ છત્રીને આપને બે,
છોડી છત્રી ને રમી યે કોઇ ગેમ,
પહેલો સ્પર્શ પહેલા વરસાદનો
પહેલો સ્પર્શ છે તારા હાથ નો
લાગ્યો કરન્ટ જાણે વીજળી નો
વિજલીતો આકાશ મા ચમકી,
તુ તો મારી બાહુ મા ચમકી,
ના કાય ભાન હવે બસ પ્રેમ,
પડ મારા પર વીજળીની જેમ,
વરસે ધરતી પર આભનો પ્રેમ,
ભલે પડે આ ધરા પર વીજળી,
પડવા ન દે પ્રેમ પર વીજળી,
વાદળોની જેમ તકરાર ન કર,
ભલે તોફાન આવે ગગનમાં,
ન આવવા દે તોફાન પ્રેમમાં,
નદીઓ છલકાય વરસાદમાં,
મારું દિલ છલકાય તારા પ્રેમમાં
ભરત સુચક

અમૂલ્ય નજર .......


  •  ચિત્રકાર એટલે વેચાઇ શકે તેવી વસ્તુઓ ચીતરનારો, જ્યારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઇ જાય.                      —–પિકાસો—–

  • પ્રેમની સફળતાનો આધાર શુધ્ધતા અને પવિત્રતા પર રહેલો છે.

  • જેનો પુરુષાર્થ જીવતો પડ્યો છે તેનું ભાગ્ય કદી યે મરતું નથી.




આ ગુજરાત છે ......!


 
   
વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત છે.
પાણી દેશે દેશનું પણ ગૌરવ, આ ગુજરાત છે. 
પૂર્વ પશ્ચિમ વિશ્વને ખૂણે વસતા ભાઇ ભાઇ પણ,
વાણી મુખે ગુજરાતી ને મનડામાં ગુજરાત છે.
મુનશીની અસ્મિતા છે, પાટણની પ્રભૂતા ય છે,
સત્યના ચરખાના ઝળહળ દીવડા ગુજરાત છે.
થઇ ગયા છે ગાંધી અહીં ને થયા લોખંડી વીર એ,
ઇતિહાસને બદલી રહ્યાં મોદી ખડા ગુજરાત છે.
વર્ષ સ્વર્ણિમ ભાવની ગૂંજે કથા સૌ શહેર શે’ર,સ્વર્ગથી ઊતરી પ્રભુ, તુ જો અહીં, આ ગુજરાત છે.

પ્રેમ એટલે શું ?


પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ
 - ઊર્મિ 

Wednesday, 23 February 2011

અ હા જિંદગી........


અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.

મારો પરિચય

For You..!
નમસ્કાર મિત્રો .
મારું નામ હિરેન પટેલ છે .
શબ્દોને પાલવડે રમતો આવ્યો છું,
ભાવોની સંતાકુકડી ખેલટો આવ્યો  છું;
અર્થોના ઝોલે ખુબ ઝુલતો આવ્યો છુ,
સાહિત્યના વિશાળ આકાશમાં વિહરવા આવ્યો છું.



શાયરી 

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને
કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને
હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને
ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને
                                              ( મારી ચાહત )


ધરતીને તો આકાશને જ અડવું હતું
નદીને તો માત્ર દરીયાને જ મળવું હતું
ઝરણાંને તો આમ જ વહેવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું…..
રાતરાણી ને તો દિવસે મહેકવું હતું
ચંદ્રને તો ચાંદની માં જ ઓગળવું હતું
અંધકારને તો ઉજાસ માં સમાવવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું……
મનથી તારા મન સુધી જ પહોચવું હતું
તારા વિના મારે ક્યાં જીવવું હતું ???
તારા જ સ્પર્શે તો લજામણી બનવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું……
એકતા બગડિયા”લજામણી”




તમારી પાસે સારી શાયરી અથવા સારો ટોપીક હોય તો  ઈ-મેલ કરો
hiren.limbani03@gmail.com