Friday, 25 February 2011

આ ગુજરાત છે ......!


 
   
વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત છે.
પાણી દેશે દેશનું પણ ગૌરવ, આ ગુજરાત છે. 
પૂર્વ પશ્ચિમ વિશ્વને ખૂણે વસતા ભાઇ ભાઇ પણ,
વાણી મુખે ગુજરાતી ને મનડામાં ગુજરાત છે.
મુનશીની અસ્મિતા છે, પાટણની પ્રભૂતા ય છે,
સત્યના ચરખાના ઝળહળ દીવડા ગુજરાત છે.
થઇ ગયા છે ગાંધી અહીં ને થયા લોખંડી વીર એ,
ઇતિહાસને બદલી રહ્યાં મોદી ખડા ગુજરાત છે.
વર્ષ સ્વર્ણિમ ભાવની ગૂંજે કથા સૌ શહેર શે’ર,સ્વર્ગથી ઊતરી પ્રભુ, તુ જો અહીં, આ ગુજરાત છે.

No comments: