Saturday, 26 February 2011
Friday, 25 February 2011
મૈત્રીનું વ્યસન
જુદાઈ સાથે એક જુનો સંબંધ છે મારે,
કોઈની પ્રીતનું બંધન છે મારે,
કેમ કહું મારા દિલની વ્યથા કે…
તારી નિસ્વાર્થ મૈત્રીનું વ્યસન છે મારે.
કોઈની પ્રીતનું બંધન છે મારે,
કેમ કહું મારા દિલની વ્યથા કે…
તારી નિસ્વાર્થ મૈત્રીનું વ્યસન છે મારે.
મિત્રતા ....
દોસ્ત કે સખી સાથે આપણો લોહીનો સંબંધ હોતો નથી કે સગાં-સંબંધી પણ હોતાં નથી તો પણ આ સંબંધ દિલની તદ્દન નજીકનો હોય છે. કેમ કે આપણે માતા-પિતા, ભાઈ-બહેન, ભાભી કે દાદા-દાદી કરતાંય મિત્ર કે સખી સાથે વધુ નિકટતાનો અહેસાસ કરીએ છીએ.
પહેલી મુલાકાત
બહુ સરસ રચના
મારી કવિતા મુકુ છુ
પહેલા વરસાદ મા પહેલો પ્રેમ
પહેલા વરસાદ મા પહેલો પ્રેમ,
વરસે દરિયા પર નદીનો પ્રેમ,
વરસે મારા પર તારો આ પ્રેમ
ઝરમર ઝરમર વરસાદ વરસે
આ એક જ છત્રીને આપને બે,
છોડી છત્રી ને રમી યે કોઇ ગેમ,
પહેલો સ્પર્શ પહેલા વરસાદનો
પહેલો સ્પર્શ છે તારા હાથ નો
લાગ્યો કરન્ટ જાણે વીજળી નો
વિજલીતો આકાશ મા ચમકી,
તુ તો મારી બાહુ મા ચમકી,
ના કાય ભાન હવે બસ પ્રેમ,
પડ મારા પર વીજળીની જેમ,
વરસે ધરતી પર આભનો પ્રેમ,
ભલે પડે આ ધરા પર વીજળી,
પડવા ન દે પ્રેમ પર વીજળી,
વાદળોની જેમ તકરાર ન કર,
ભલે તોફાન આવે ગગનમાં,
ન આવવા દે તોફાન પ્રેમમાં,
નદીઓ છલકાય વરસાદમાં,
મારું દિલ છલકાય તારા પ્રેમમાં
ભરત સુચક
અમૂલ્ય નજર .......
- ચિત્રકાર એટલે વેચાઇ શકે તેવી વસ્તુઓ ચીતરનારો, જ્યારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઇ જાય. —–પિકાસો—–
- પ્રેમની સફળતાનો આધાર શુધ્ધતા અને પવિત્રતા પર રહેલો છે.
- જેનો પુરુષાર્થ જીવતો પડ્યો છે તેનું ભાગ્ય કદી યે મરતું નથી.
આ ગુજરાત છે ......!
વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત છે.
પાણી દેશે દેશનું પણ ગૌરવ, આ ગુજરાત છે.
પૂર્વ પશ્ચિમ વિશ્વને ખૂણે વસતા ભાઇ ભાઇ પણ,
વાણી મુખે ગુજરાતી ને મનડામાં ગુજરાત છે.
મુનશીની અસ્મિતા છે, પાટણની પ્રભૂતા ય છે,
સત્યના ચરખાના ઝળહળ દીવડા ગુજરાત છે.
થઇ ગયા છે ગાંધી અહીં ને થયા લોખંડી વીર એ,
ઇતિહાસને બદલી રહ્યાં મોદી ખડા ગુજરાત છે.
વર્ષ સ્વર્ણિમ ભાવની ગૂંજે કથા સૌ શહેર શે’ર,સ્વર્ગથી ઊતરી પ્રભુ, તુ જો અહીં, આ ગુજરાત છે.
પ્રેમ એટલે શું ?
પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ
- ઊર્મિ
Wednesday, 23 February 2011
મારો પરિચય
![]() |
For You..! |
મારું નામ હિરેન પટેલ છે .
શબ્દોને પાલવડે રમતો આવ્યો છું,
ભાવોની સંતાકુકડી ખેલટો આવ્યો છું;
અર્થોના ઝોલે ખુબ ઝુલતો આવ્યો છુ,
સાહિત્યના વિશાળ આકાશમાં વિહરવા આવ્યો છું.
અર્થોના ઝોલે ખુબ ઝુલતો આવ્યો છુ,
સાહિત્યના વિશાળ આકાશમાં વિહરવા આવ્યો છું.
શાયરી
હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને
હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને
કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને
હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને
ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને
( મારી ચાહત )
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને
( મારી ચાહત )
ધરતીને તો આકાશને જ અડવું હતું
નદીને તો માત્ર દરીયાને જ મળવું હતું
ઝરણાંને તો આમ જ વહેવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું…..
નદીને તો માત્ર દરીયાને જ મળવું હતું
ઝરણાંને તો આમ જ વહેવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું…..
રાતરાણી ને તો દિવસે મહેકવું હતું
ચંદ્રને તો ચાંદની માં જ ઓગળવું હતું
અંધકારને તો ઉજાસ માં સમાવવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું……
ચંદ્રને તો ચાંદની માં જ ઓગળવું હતું
અંધકારને તો ઉજાસ માં સમાવવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું……
મનથી તારા મન સુધી જ પહોચવું હતું
તારા વિના મારે ક્યાં જીવવું હતું ???
તારા જ સ્પર્શે તો લજામણી બનવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું……
તારા વિના મારે ક્યાં જીવવું હતું ???
તારા જ સ્પર્શે તો લજામણી બનવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું……
એકતા બગડિયા”લજામણી”
તમારી પાસે સારી શાયરી અથવા સારો ટોપીક હોય તો ઈ-મેલ કરો
hiren.limbani03@gmail.com
તમારી પાસે સારી શાયરી અથવા સારો ટોપીક હોય તો ઈ-મેલ કરો
hiren.limbani03@gmail.com
Subscribe to:
Posts (Atom)